કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લદાશે : ટ્રમ્પ​​​​​​​

કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લદાશે : ટ્રમ્પ​​​​​​​

કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લદાશે : ટ્રમ્પ​​​​​​​

Blog Article

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર 25 ટકા ટેરિફ લાગુ કરવાની યોજના જાહેર કરી હતી. તેમણે ગત ગુરુવારે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે, “અમે ઘણા કારણોસર કેનેડા અને મેક્સિકો પર ટેરિફ જાહેર કરવાના છીએ.” તેમણે ટેરિફ માટે ગેરકાયદે ઇમિગ્રેશન, ડ્રગ્સની દાણચોરી તેમજ અમેરિકા દ્વારા કેનેડા અને મેક્સિકોને અપાતી મોટી સબસિડીને કારણભૂત ગણાવી હતી. હું કેનેડા અને મેક્સિકો પર 25-25 ટકા ટેરિફ લાગુ કરીશ. આ દેશોમાંથી અમેરિકાને ઘણું મોટું નુકસાન થઇ રહ્યું છે.”
આ ઉપરાંત ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકન ડોલરના સ્થાને અન્ય કરન્સીનો ઉપયોગ કરવા સામે બ્રિક્સ દેશોને ફરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, ડોલરને બદલવાનો પ્રયાસ કરાશે તો તેમની પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. બ્રિક્સ દેશોમાં ભારત, ચીન, રશિયા, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને યુએઇનો સમાવેશ થાય છે.

Report this page